(‘વીણેલાં ફૂલ’ ગુચ્છ-૩માંથી સાભાર) ‘ફઈ, જે કહેવાનું હોય તે ટૂંકમાં પતાવો. વાતો માટે મારી કને ઝાઝો વખત નથી. મારે હજી ઘણાં કામ પતાવવાનાં છે.’ મિસ્ટર રિચાર્ડસને ઘડિયાળ પર નજર નાખી રુક્ષભાવે કહ્યું. ડોશીને આંખમાં આંસુ આવી ગયાં. પોતાના લખપતિ ભત્રીજાને મળવા માટે કલાક કરતાંયે વધુ રાહ જોવી પડશે ને મળ્યા […]
સર્જક : હરિશ્ચંદ્ર
(‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર) તેણે ફોન ઉપાડ્યો, તો સામેથી ‘મોટી બહેન !…..’ અને પછી ડૂસકાં જ. તેના માટે આ નવું નહોતું. હાલતાં ને ચાલતાં સીમાને એની વહુ સાથે કાંઈક થયું હોય અને ફોન ઉપર રડતાં-રડતાં જ મોટી બહેન પાસે એ પોતાનું દુઃખ ઠાલવે. મોટી બહેન એને સમજાવે, આશ્વાસન આપે. આજે […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] ‘કેમ, ડેડી પાસે જવાનું એટલે ગટુજી ખુશ છે ને !’ છ-સાત વરસના વિનુને ગાલે ટપલીમાં રશ્મિએ હસતાં-હસતાં કહ્યું, અને તે જલદી-જલદી અંદર જતી રહી. વિનુ ખુશ તો હતો જ, પણ એનાં મનમાં કાંઈક ગોંધળ ચાલતું હતું. તેણે અંદર જઈને પૂછયું, ‘ડેડી આવશે ને આપણને લેવા ?’ […]
[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] ટેલિફોનની ઘંટડી ક્યારની વાગતી હતી પણ કોઈએ ઉપાડ્યો નહીં. હમણાં જાણે નિયમ થઈ ગયો છે કે ટેલિફોન મારે જ ઉપાડવો ! ‘મમ્મી, તું જ લે ને ! તારો જ ફોન હશે.’ દીકરી મોટેથી બોલી. ‘ભાણિયાને પરણાવવા નીકળી છે ને !’ – પતિદેવ ઉવાચ. મેં કૂકર મૂકેલું. […]
[‘વીણેલાં ફૂલ’માંથી સાભાર. – પુનઃપ્રકાશિત] [1] અમારા કાગડાભાઈ ! અમારા નવા ઘરમાં રસોડામાં ઓટલા પાસે એક બારી છે. બહાર જમરૂખી. તેની એક ડાળ બારીની સાવ નજીક આવેલી. મેં બે-ત્રણ દિવસ જોયું કે એક કાગડો ડાળ પર આવીને બેસે. ત્રાંસી ડોક કરી રસોડામાં જોતો રહે. જુદા જુદા એંગલ બદલીને જુએ. મારી […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]શ્રો[/dc]તાઓ મુગ્ધ થઈને ડોલતા હતા. પંડિત ગિરીજાશંકરનું ગાયન આજે ચોટીએ પહોંચ્યું હતું. તંબૂરા ને તબલાની સંગત પણ બેનમૂન હતી. તેની સાથે જ તાનપુરા પર ભાર્ગવ એમની સંગત કરી રહ્યો હતો. જાણકારો એના ગળાનેય દાદ આપતા હતા. જાણે અદ્દલોઅદ્દલ પંડિતજીનો જ અવાજ, પંડિતજીની જ લઢણ, પંડિતજીની જ […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]‘કાં ?[/dc] પતી ગયાં લગન ?’ ‘હા, મોટાંબા ! એ લોકોએ અમને એક પૈસો ન ખર્ચવા દીધો. કહે કે અમારે માત્ર છોકરી જોઈએ, ન હુંડો ન સોનું.’ ‘જાનને ખવડાવવા-પિવડાવવાનો તો ખર્ચ થયો હશે ને ?’ ‘ના, બા ! એ લોકો ખાધે-પીધે સુખી છે. મને કહે, ‘ભાઈ, […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]સ્ટે[/dc]શન પર ઊતરી મેં ટાંગાવાળાને કહ્યું : ‘ટેકરીની સામેના વામનકૂવા પાસે લઈ લે !’ જુવાન ટાંગાવાળો મારું મોં જોતો રહ્યો, ‘બહેનજી, વામનકૂવો ક્યારેક સાંભળ્યો છે. ટેકરીની ખબર નથી.’ ‘તું ચાલ ને, હું બતાવીશ.’ ખરેખર, ત્યાં પહોંચી, તો બધું બદલાઈ ગયું હતું. ટેકરીની જગ્યાએ ત્રણ માળનું મકાન […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]સુ[/dc]રેશનું મન આજે અશાંત-અશાંત હતું. ઊંઘ જ આવે નહીં. ક્યાંય સુધી તેણે પથારીમાં પાસાં ફેરવ્યાં કર્યાં. વચ્ચે જરીક ઝોકું આવી ગયું. તંદ્રામાં જ તેનો હાથ બાજુમાં ફર્યો, પણ ત્યાં સીમા નહોતી, તેનું ભાન થતાં તે ફરી જાગી ગયો. મનમાં ઉદ્વેગ ફરી ઊછળી આવ્યો – સીમા મારું […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]‘જી[/dc]વન વિશે તમારી શી કલ્પના છે ?’ -ફરી એક મુલાકાત. લગભગ એના એ રેડીમેડ સવાલો અને શરમાતાં-શરમાતાં એના એ જવાબો ! ‘મારી શી કલ્પના હોય ?’ ‘કેમ ન હોય ? તમે કમાવ છો, નોકરી કરો છો, ગ્રેજ્યુએટ થયાં છો અને આ તો સમાનતાનો જમાનો છે.’ ‘ગ્રેજ્યુએટ […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]ડૉ[/dc]ક્ટરની વાટ જોતી હું હોસ્પિટલમાં એકલી બેઠી હતી. ડૉક્ટરે સમય આપેલો બપોરે બેનો. ધગધગતા ભર બપોરે મારી સાથે આવવા કોણ તૈયાર થાય ? પતિએ પણ કહ્યું કે, ‘જઈ આવ ને ? ડૉક્ટર ઓળખીતા જ તો છે.’ એટલે હું એકલી જ આવી. મેં જોયું કે ત્યાં આવેલાં […]
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] આજે સુશીને જોવા આવવાનાં છે. બની-ઠનીને સુશી બેઠી છે. આજે તે ખરેખર સુંદર લાગતી હતી. ‘આપણી સુશીને એ લોકો પસંદ કરશે ને ?’ ‘કેમ નહીં ? સુશીમાં શી કમી છે ? દીવો લઈને શોધવા જાય, તોયે આવી છોકરી ન મળે.’ ફોઈએ વહાલથી સુશીને ઓવારણાં લીધાં. ‘પરંતુ…..’ […]