દાદાનું ફટકી ગયું. નહિતર આમ હોય? છેલ્લા ત્રણ દિવસથી શીરો ખાય છે. શીરો ખાવામાં ફટકવાની વાત શું હોય ! પરંતુ બધાને લાગે છે કે દાદાનું ફટકી ગયું છે. ત્રણ દિવસ થયા. દાદાનો – મૂળશંકર વ્યાસનો સૌથી નાનો દીકરો, છઠ્ઠા નંબરનો દીકરો, રમણ નાની ઉંમરે અઠ્યાવીસની ઉંમરે જતો રહ્યો. એકવીસે પરણાવેલો. એની દીકરી દયા પાંચ વરસની ને દીકરો સ્મિત ત્રણ વરસનો. કુટુંબ હજુ ભળભાંખોડિયાં ભરતું હતું ત્યાં દડી પડ્યું. મંગળનો સંસાર વિલાઈ ગયો. રમણલાલ આમ અંદેશો આપ્યા વગર, અકલ્પનીય રીતે, અચાનક છોડીને જતો રહે એ જોજનો વરસો દૂરની વાત હતી. મંગળાની આંખો પોરો ન ખાતી. સ્મિતને ખોળામાં લઈ બેસી રહેતી. દયાને માથે હાથ ફેરવ્યા કરતી ને એનેય ખોળામાં લઈ લેતી.
સર્જક : હરીશ મહુવાકર
1 post