(‘ફેસ ટુ ફેસ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી) આપણા ભારતીયોને જેટલો ઈતિહાસ કે પરંપરામાં રસ છે, તેટલો વિજ્ઞાનમાં રસ નથી દેખાતો. આપણે જેટલા શિવાજી કે પ્રતાપ કે કોઈ ઋષિને ઓળખીએ છીએ, તેટલા સી.વી. રામન, રામાનુજમ કે જગદીશચંદ્ર બોઝને નથી ઓળખતા. હમણાં ગણિતજ્ઞ રામાનુજમની શતાબ્દી ગઈ તેની આપણને જરા પણ ખબર નથી. […]
સર્જક : હરેશ ધોળકિયા
(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર) એક જૂની વિદ્યાર્થીનીના ઘેર બેઠાં છીએ. બહાર અભ્યાસ કરે છે. રજાઓમાં આવી છે. તેનાં માતા-પિતા પણ સાથે જ બેઠાંછે. વાતો ચાલે છે. માતા દીકરીની ફરિયાદ કરે છે કે – “જુઓને, આ છોકરી આવતી જ નથી. જ્યારે પણ રજાઓ આવે છે, ત્યારે અમે તેને સતત ફોન કરીએ છીએ […]
(‘શક્યતાની ક્ષિતિજ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.) ‘આપણ સંતો-મહંતો-કથાકારો બધા સદ્દગુણોનો વિચાર કરવાનું જ શા માટે કહે છે ? વિચાર એ વિચાર છે. તે વળી સારા કે ખરાબ એવો ભેદ શા માટે કરવો ? આ રૂઢિચુસ્તતા નથી ? આધુનિક વિજ્ઞાન યુગમાં આવી ચોખલીયાવૃત્તિ શા માટે […]
[ ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.] ફિલ્મ એટલે કેવળ મનોરંજન જ હોય, કેવળ બે પ્રેમીઓની કે વિલનની જ કથા હોય, કરુણ ઘટનાઓથી રોવડાવતી હોય કે આઈટમ સોંગથી છલકાતી હોય તેવું માનવામાં આવે છે. અને, કમનસીબે, મોટાભાગની ફિલ્મોમાં એવું જ જોવા મળતું હોય છે. ઢંગધડા વગરની વાર્તા, અર્થ વિનાની-કયારેક તો દ્વિઅર્થી-સંવાદો, અવાસ્તવિક દ્રશ્યોથી […]
[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી.] બાળક ઊછરે છે ત્યારે મહતમ કોની પાસે રહે છે ? સીધો જવાબ છે : માતા અને પિતા પાસે એટલે કે માતા પિતા બાળકના પહેલા અને મુખ્ય વાલી છે. તે જ તેને, ઈચ્છે તો, સારી રીતે ઉછેરી શકે છે. તે જ તેનું ઘડતર કરી શકે છે. બાળક ભવિષ્યમાં જેવું […]
[‘વિચારોની રખડપટ્ટી’ પુસ્તકમાંથી સાભાર.] આ બ્રહ્માંડમાં સૌથી વધારે રહસ્યમય શું હોઈ શકે ? આમ તો બ્રહ્માંડ પોતે જ રહસ્યમય છે. તેનો કણેકણ રહસ્યમય છે. વળી તે શાશ્વત છે, પણ માનવમન અને દૃષ્ટિ મર્યાદિત છે, તેથી તેને તેણે સમયના ટુકડાઓમાં વહેંચી નાખેલ છે, જેને તે ભૂતકાળ અને વર્તમાનકાળ કહે છે અને […]
દરેક વ્યવસાયમાં બે પ્રકારના લોકો હોય છે. એક માને છે કે એ વ્યવસાયમાં અવાયું છે એટલે કામ કરવું. અલબત્ત, સારી રીતે અને વફાદારીપૂર્વક કામ કરવું. પણ ચૂપચાપ કરવું. તે વિશે બહુ ન વિચારવું. સામે આવે તે કામ કરવું. કામ પૂરું થાય એટલે ભૂલી જવું. કામ કરતી વખતે તેમાં ભૂલ દેખાય […]
[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] [dc]ચા[/dc]રે તરફ નજર કરીએ, છાપાં વાંચીએ, ટી.વી. જોઈએ, તો શું નજરે પડે છે ? લાગે છે કે ચારે તરફ ધુમ્મસ જેમ ‘લઘુતાગ્રંથિ’ પ્રસરી ગઈ હોય તેવો આભાસ થાય છે. ‘લઘુતાગ્રંથિ’ એટલે શું ? એટલે સતત પોતાનો પ્રચાર કરવો. સતત પોતાનો સ્વીકાર થયા કરે તે માટે હવાતિયાં માર્યાં […]
[ સો એ સો ટકા સાચું જ પડે એવું ભવિષ્ય ફળકથન બતાવતો આ લેખ ‘ભૂમિપુત્ર’ સામાયિક જાન્યુઆરી-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે.] [dc]ફ[/dc]રી એક નવું વર્ષ શરૂ થયું. ટી.વીના કાર્યક્રમો વીતેલા વર્ષને, તેની વેદનાઓને વિદાય આપે છે અને નવું વર્ષ વિશ્વને નવી આશાઓ આપશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરે છે. વર્તમાનપત્રો પણ […]
[ જો આપ નોકરી કરતા હોવ તો આજનો આ લેખ આપના ‘બૉસ’ માટે છે. એમને આ જરૂરથી વંચાવો. પ્રસ્તુત લેખ ‘નવચેતન’ સામાયિક મે-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે.] [dc]એ[/dc]ક વાર એક ખાનગી શાળાના સંચાલકનો ફોન આવ્યો. તેણે વિનંતી કરી કે એક આચાર્ય શોધી આપવા. ‘સાહેબ, તે શ્રેષ્ઠ આચાર્ય હોવા જોઈએ’ કહી […]
[ પ્રેરણાત્મક લેખોના પુસ્તક ‘શક્યતાની ક્ષિતિજ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]આ[/dc]ધુનિક અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાતા વિલિયમ જેમ્સે એક જગ્યાએ લખ્યું છે કે ઓગણીસમી સદીની મહાન શોધો ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નથી થઈ. ઓગણીસમી સદીની મહાન શોધો રહી છે ‘શ્રદ્ધાના સ્પર્શવાળી મનની શક્તિની.’ તે કહે છે […]
[ કલોલની ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ દ્વારા પ્રકાશિત થતા ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.] કાર્યક્રમ પૂરો થયો. હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. વક્તાનાં પ્રભાવશાળી પ્રવચનથી સમગ્ર હોલ પ્રભાવિત થયો હતો. બધાએ મંત્રમુગ્ધ થઈ તેમને સાંભળ્યા હતા. સળંગ એક કલાક તે બોલ્યા હતા. વિશ્વ પ્રત્યે આદર રાખવો જોઈએ, એક એક જીવ ઈશ્વરનો અંશ છે. […]