[ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ઓગસ્ટ 2013માંથી સાભાર.] હર ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત છે ! સર્વ સુખદુઃખથી ભરી દિવાનગીની વાત છે ! માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં, આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે. હર વખત કેવળ કુતૂહલવશ ન જો ટોળા મહીં, લાજ લુંટાઈ રહી…….., શરમિંદગીની વાત છે ! […]
સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
જીભ જ્યાં લગી સાજી છે, નકરી નાટકબાજી છે. આશાઓ વાદળ પેઠે, અમથી અમથી ગાજી છે. ઉપરવાસ હતો વરસાદ, અને અહીં તારાજી છે. જાવ સુધારક પાછા જાવ, જ્યાં છે ત્યાં સૌ રાજી છે. બચપણથી તે ઘડપણ લગ, શ્વાસો ઢગલાબાજી છે. આંસુનાં ખળખળ ઝરણાં, આંખો તાજી-તાજી છે.
કયા જનમનું અચાનક થયું સ્મરણ પાછું ? નજરની સામે એ જ વન અને હરણ પાછું. બધું જ યાદ રજેરજ ને ભુલકણો પણ છું, બધે જ શોધતો ફરું છું બાળપણ પાછું બધી જ છીનવી લેશે શિશુની મૌલિકતા, શીખવશે સર્વ વડીલો અનુકરણ પાછું. બધું જ માંડ ગોઠવાય અહીં જીવનમાં, બધું જ ક્ષણમાં […]
[‘શબ્દસૃષ્ટિ’ ડિસેમ્બર-2011માંથી સાભાર.] અજાણ્યાં શરીરો, સ્વજન અજનબી, હવે થઈ ગયું આ વતન અજનબી. લડ્યો છેક સુધી હું જેને લીધે, અરે ! નીકળ્યું એ જ મન અજનબી. પરિચય કદી થઈ શક્યો છે જ ક્યાં ? જનમથી રહ્યું છે જીવન અજનબી. ફરી ક્યાંક બીજે હવે જન્મશું, અડું છું તો લાગે છે તન […]
[‘શબ્દસૃષ્ટિ’ એપ્રિલ-2011માંથી સાભાર.] હાથની તું લકીર બદલી જો, મનની પેઠે શરીર બદલી જો. છે બધા મોહતાજ પૈસાના, કોઈ અસલી ફકીર બદલી જો. લાગશે સર્વ ગયું બદલાઈ, માત્ર દષ્ટિ લગીર બદલી જો. તુંય સ્પર્શે તો થૈ જશે કંચન, છોડ આળસ, કથીર બદલી જો. હોય હિંમત, બદલ દિશા તારી, કાં પછી આ […]