Posts Tagged "નસીર ઈસમાઈલી"

લીલીછમ સુગંધ – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’

[‘મુંબઈ સમાચાર’ દીપોત્સવી અંક- સં.2068 માંથી સાભાર.] નાની નાની ટેકરીઓની ગોદમાં વસેલા અમારા એટલે કે આ ઋતુના ગામની ધરતી પહેલા વરસાદ પછી આજે વધુ હરિયાળી લાગતી હતી અને આકાશ તો હજીય વાદળોથી ઘેરાયેલું હતું જ. અને મને થયું, ‘હરિતના બાપુજીએ ગામના હરિયાળાં ખેતરોની લીલાશ જોઈને જ કદાચ એનું નામ હરિત પાડ્યું હશે. પણ લીલીછમ ધરતી ....[વાંચો...]

શાતા – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’

[‘મુંબઈ સમાચાર’ વસંત-વિશેષાંકમાંથી સાભાર.] વૃક્ષોના, માણસોના, સડક પર બેતહાશા ભાગી રહેલાં વાહનોની કતારોના પડછાયાઓ લંબાઈને એકબીજામાં ખોવાઈ જતા હતા. સાંજ લડખડાઈ રહી હતી. ઊતરી ચૂકેલી વાસંતી બપોરની બફારાભરી ગરમાહટ ધીરે ધીરે સાંજની ઠંડાશમાં કરવટ બદલી રહી હતી. સાંજની સૂરમઈ હવામાં ઊતરી રહેલું આછું ધુમ્મસ, વાહનોની પેટ્રોલ-ડીઝલી ધુમાડિયા વાસ સાથે ભળી જઈ આખાય વાતાવરણને બોઝિલ બનાવતું ....[વાંચો...]