Saturday, February 6, 2010 · પ્રકાર : વાનગી · સાહિત્યકાર : મૃદુલા ગણાત્રા · 8 પ્રતિભાવો
[ ‘સ્વાદ-સોડમ’ પુસ્તક ભાગ-1 તેમજ ભાગ-2માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તકો ભેટ મોકલવા માટે મૃદુલાબેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 281 2467109 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] ફણગાવેલા કઠોળની કટલેસ 
સામગ્રી :
મગ 1/2 વાટકી,
મઠ 1/4 વાટકી, ચણા 1/2 વાટકી,
બટેટા 4 નંગ, બ્રેડની સ્લાઈઝ 4 નંગ,
બારીક સમારેલા લીલા મરચા 1 ટેબલ-સ્પુન,
લસણની પેસ્ટ 1 ટેબલ સ્પુન,
મીઠું, લીંબુ, ખાંડ જોઈતા પ્રમાણમાં,
જલજીરા પાવડર 1 ચમચી,
બારીક સમારેલો ફુદીનો તથા કોથમરી 1/2 વાટકી,
તેલ જરૂરિયાત મુજબ.
રીત :
સૌપ્રથમ કઠોળ પલાળીને ફણગાવી લો. હવે બટેટા બાફી છાલ કાઢી તેને મસળીને રાખો. કઠોળ ને પીસીને બટેટા સાથે બાઉલમાં લઈ તેમાં બાકીનો બધો મસાલો/સામગ્રી ઉમેરી મીક્સ કરી લો. હાથેથી કટલેસને વાળો. હાર્ટનો આકાર અથવા લંબગોળ, ગોળ જે ગમે તે આકાર આપો. કટલેસના તૈયાર મોલ્ડ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય. ફ્રાયપેનમાં થોડુંક તેલ લઈને કટલેસને બંને બાજુ સાંતળી લો. ગરમ કટલેસ સોસ અથવા ફુદીનાની ચટણી અથવા લીલી ચટણી કે ખજુરની ચટણી કે મીઠી ચટણી સાથે સર્વ કરો. બાળકોને એકલા કઠોળ કે ફણગાવેલા કઠોળ ખાવા ન ગમતા હોય તો આ રીતે કટલેસ કે પરોઠા કે તેવી અલગ વાનગીઓ બનાવવી જેથી તે સરળતાથી આરોગશે.
વધુ આગળ વાંચો »
Saturday, November 21, 2009 · પ્રકાર : સત્ય ઘટના · સાહિત્યકાર : મૃદુલા ગણાત્રા · 16 પ્રતિભાવો
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રીમતી મૃદુલાબેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : dr_charuta81@rediffmail.com ]
દરેક વ્યક્તિનાં જીવનમાં કોઈ ને કોઈ પ્રકારે ગાંધીજીનો પ્રભાવ તો રહ્યો હોય જ છે. મારા જીવનમાં એક પ્રસંગ એવો બનેલો ગાંધીજીનો પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ પ્રભાવ મારા જીવન ઉપર પડ્યો હતો. મારો જન્મ સને 1958માં, ભારતની આઝાદી પછી અગિયાર વર્ષ પછી. મહામુલી આઝાદીની કિંમત તો લોકોને આજે પણ છે, પરંતુ આઝાદીની હવા હજી ત્યારે પણ લોકમાનસમાં તાજી જ હતી.
મારું ભણતર પણ એવી જ એક ગાંધીવાદી વિચારસરણી ધરાવતી રાજકોટની શાળા શ્રી કડવીબાઈ વિરાણી કન્યાવિદ્યાલયમાં થયું છે. મારી શાળા એટલે ગાંધીવિચારને વરેલી શાળા. શક્ય તેટલા ગાંધી વિચારોનું અમલીકરણ, સ્ત્રી સ્વાતંત્ર્યમાં માનનારી અને એ રીતે વિદ્યાર્થીનીઓને તૈયાર કરનારી શાળા. શાળાજીવન તથા સ્નાતક કક્ષાનો અભ્યાસપૂર્ણ કરી તેનાં જીવનમાં ગોઠવાય તો કોઈ પણ ક્ષેત્રમાં પાછી ન પડે, હિંમત ન હારે. ગામડેથી ભણવા આવતી વિદ્યાર્થીનીઓને કોઈ તકલીફ ન પડે એ માટે શાળામાં જ છાત્રાલય, વિશાળ પુસ્તકાલયની સુવિધા. જેવી વિશાળતા શાળાનાં સંકુલની, એવી જ વિશાળતા અમારા શિક્ષિકાઓનાં હૃદયની. વળી ગામડાની દીકરી હોય કે શહેરની, ગરીબની દીકરી હોય કે પૈસાદારની… દરેક દીકરી અહીં એક સરખો જ પ્રેમ અને માન મેળવે. વળી સ્વાવલંબનનાં પાઠ પણ અમને ભણાવે. શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ ખાદીખારી.. શાળા વિશે લખવા બેસું તો પાનાઓ ભરાય. પરંતુ મારે અહીં બીજી વાત કરવાની છે.
શાળામાં ભણતી અમે બધી વિદ્યાર્થીનીઓ આમ તો વિદ્યાનુરાગી, પરંતુ બાલસહજ ટીખળથી બાકાત નહોતા. ભણવા વખતે પૂરતું ધ્યાન ભણવામાં જ હોવાનું, પણ વિરામ વખતે કે કોઈ કાર્યક્રમ હોય ત્યારે આ ટીખળીવૃત્તિ તેનું કામ કરી જતી. હું શાળામાં 1967માં દાખલ થઈ હતી. 1970માં છઠ્ઠા ધોરણમાં હતી. ત્યારે શાળામાં એક શિક્ષિકાબહેન, સરલાબહેન પટેલને જોયા. તેમનાં ચાલવાથી હસવું આવ્યું. પરંતુ તેઓ કડક સ્વભાવનાં છે એમ બીજી છોકરીઓએ કહેલું માટે તેમનો ડર લાગે. જો કે કોઈ વિદ્યાર્થીનીને હસતી જોઈ તેઓ કંઈ કહે નહીં, કારણ કે તેઓ બાલમાનસ સમજતા હતા.
વધુ આગળ વાંચો »