Aug 16
2009

કલોઝઅપ – સં. ચંદ્રેશ શાહ

[જામનગરના શ્રી ચંદ્રેશભાઈ શાહના પુસ્તક ‘કાવ્યોત્સવ’માંથી આજે માણીએ કેટલાક ‘કલોઝઅપ’. તેમના આ પુસ્તકની વિગત અને તેમાંની કેટલીક રચનાઓ આપણે ટૂંક સમયમાં માણીશું.]

[1]
મારી પત્ની Eye Specialist છે.
તેનું હું ગૌરવ અનુભવું છું
પણ
જ્યારે જ્યારે મારી આંખમાં
આંસુ આવે છે ત્યારે એ
મારા આંસુઓને લૂછતી નથી
પણ મને
Prescription લખી આપે છે.
(કવિ શ્રી મેઘબિન્દુ)

[2]
તોફાની બારકસ છોકરાની માફક
કાવ્ય
અંદરથી
મનની ઊંચી દીવાલ પર ચઢી
જોઈ લે છે.
કોઈ જોતું તો નથી ને……!
ને પછી છેક ઊંચેથી મારે છે કૂદકો
મારા કાગળ ઉપર
(કવિયત્રી સંસ્કૃતિરાણી દેસાઈ)
વધુ આગળ વાંચો »

Jul 25
2009

અમૃતવર્ષા – ચંદ્રેશ શાહ

[‘અમૃતવર્ષા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી ચંદ્રેશભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9998093550. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.]

Picture 050[1] હશે

શબ્દ મારો પણ સિકંદર હશે
આત્મા જો એની અંદર હશે

ચૂમશે લઈ આદમીને ગોદમાં
લાગણીનો એ સમંદર હશે

મૂળમાં એની આટલી બુલંદી ?
નાબૂદ શંકા સદંતર હશે

દોહરાવી ઈતિહાસ નહિ શકાય
એક જ નમૂનો નિરંતર હશે

હો ભલે ધૂની મિજાજે, ‘ચંદ્રેશ’
અંતમાં તો એ ધુરંધર હશે
વધુ આગળ વાંચો »