ઈશ્વર સાથે ઑનલાઈન – ગોવિંદ શાહ

[ એક પ્રચલિત ઈ-મેઈલના વિચારબીજ પર આધારિત આ સુંદર કૃતિ રીડગુજરાતીને મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sgp43@yahoo.co.in અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.]

એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.

ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’
ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’
ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’
હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’

હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.
ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ પર જ મળી લે છે ને તેમ !’
વધુ આગળ વાંચો »

પ્રેરક પ્રસંગો – ગોવિંદ શાહ

[શ્રી ગોવિંદભાઈ (વલ્લભ વિદ્યાનગર) વ્યવસાયે ઉદ્યોગપતિ છે પરંતુ માતૃભાષાના પ્રેમને કારણે તેઓ સાહિત્ય સાથે સતત સંપર્કમાં રહે છે. પ્રતિવર્ષ તેઓ ‘તારે જમીન પર’ નામથી એક નાનકડી પુસ્તિકા પ્રકાશિત કરીને પોતાના સ્વજનોને ભેટ આપે છે. આ પુસ્તિકામાં તેમણે લખેલા તેમજ ઈ-મેઈલમાં પ્રાપ્ત થયેલા નાના-મોટા જીવનપ્રેરક પ્રસંગોનું ભાષાંતર સમાવાય છે. તાજેતરમાં પ્રકાશિત થયેલી તેમની આ પ્રકારની બીજી પુસ્તિકામાંથી આજે આપણે માણીએ કેટલાક પ્રસંગો. રીડગુજરાતીને આ પુસ્તિકા મોકલવા માટે ગોવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sgp43@yahoo.co.in અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.]

[1] બહેરા થઈ જાવ

એક વખત દેડકાંઓની એક હરીફાઈ યોજવામાં આવી હતી. આ હરીફાઈ ઊંચા મિનારાની ઉપર પહોંચવાની હતી. ઘણા દેડકાંઓ આમાં ભાગ લેવા આવેલ હતા. થોડા ઘણા હરીફાઈ જોવા અને મીનારાની બાજુ ઉપર ઊભા રહી આ બૂમો પાડવા અને બધાને ઉશ્કેરવા આવ્યા હતા. એકઠા થયેલ ટોળામાંથી બધાને ખબર હતી કે આ દેડકામાંથી કોઈ મીનારા ઉપર ચઢી શકે તેમ નથી કારણ કે તે ખૂબ ઊંચે છે અને ચઢવો અઘરો છે. કેટલાક બૂમો પાડતા હતા કે મીનારો ખૂબ ઊંચે છે અને કોઈ પહોંચી નહીં શકે, તેથી નાહકનો જાન ગુમાવશો નહીં.

આ સાંભળી હરીફાઈમાં ભાગ લીધેલ ઘણા દેડકાંઓ ગભરાવા લાગ્યા અને ખરેખર તેમને આ જીવ ગુમાવવા જેવું લાગ્યું. તેઓ પાછા વળવા લાગ્યા. થોડા નાના દેડકાંઓ હજુ આગળ વધતા હતા પરંતુ એક પછી એક તેમની સંખ્યા ઓછી થવા લાગી. છેવટે થોડા દેડકાંઓ જ હરીફાઈમાં રહ્યા પરંતુ બહાર અવાજો વધતા જતા હતા. જે છોડી ગયા તે પણ બૂમો પાડતા કે મીનારાના ચઢાણ અઘરા છે, કોઈ નહીં પહોંચી શકે. અને જીવ વહાલો હોય તો પાછા ફરો. અંતે એક વખત એવો આવ્યો કે છેક નજીક સુધી પહોંચેલ બે-ત્રણ દેડકા આ બુમો સાંભળી હરીફાઈમાંથી બહાર નીકળી ગયા. એક દેડકો છેક સુધી ખૂબ મહેનત કરી ગમે તે રીતે મુકામે પહોંચી ગયો અને હરીફાઈ જીતી ગયો. આખી મેદનીમાં હાજર રહેલા બધાને આશ્ચર્ય થયું કે ખરેખર અદ્દભુત કહેવાય કે આટલે ઊંચે એક દેડકો પહોંચી શક્યો જે શક્ય નહોતું લાગતું. બધાએ તે દેડકાને ખૂબ અભિનંદન આપ્યા. કેટલાક પત્રકારોએ તેનો ઈન્ટરવ્યુ લીધો અને તેની સફળતાનું રહસ્ય પૂછતા માલુમ પડ્યું કે તે દેડકો તો જન્મજાત બહેરો હતો. દેડકો બહેરો હતો તે આશીર્વાદરૂપ થઈ પડ્યું. (જ્યારે લોકો તમારા સ્વપ્નાઓ પર હસતા હોય અને મોટેથી કહેતા હોય કે તમારા માટે મંજીલ પર પહોંચવાનું અશક્ય છે ત્યારે આ લોકો પુરતા તમે જરૂર બહેરા થઈ જજો. તેમની નકારાત્મક બુમો સાંભળશો નહીં. Negativity is poison that kills your dreams)
વધુ આગળ વાંચો »

બોધકથાઓ – સંકલિત

[1] પ્રેમ

એક યુવતી ઑફિસથી ઘેર પાછી આવી રહી હતી. એ વખતે એની કારનો આગળનો ભાગ આગળની કારના પાછલા હિસ્સા સાથે અથડાઈ પડ્યો. પેલી યુવતીની આંખમાંથી તો આંસુ વહેવાં લાગ્યાં. પોતાની કાર તદ્દન નવી છે અને થોડા દિવસ પહેલા જ શો રૂમમાંથી લીધી છે. હવે આ કારને થયેલાં નુકશાનની વાત પતિને ક્યા મોઢે કહીશ, એમ એ પેલી કારના માલિકને કહેવા લાગી. પેલા કારમાલિકે પણ સહાનુભૂતિ બતાવી. એ સાથે જ એણે કહ્યું કે આપણે એકમેકના લાઈસન્સ નંબર અને રજિસ્ટ્રેશન નંબર લખી લેવાં જોઈએ. નંબરનો કાગળ કાઢવા યુવતીએ પોતાના ભૂરા મોટા કવરમાં હાથ નાખ્યો તો એના હાથમાં એક કાગળ આવ્યો. યુવતીના પતિએ એ કાગળમાં લખ્યું હતું : ‘અકસ્માત થાય તો એ યાદ રાખજે કે હું કારને નહીં, તને પ્રેમ કરું છું.’

બોધ : લાગણીઓ હંમેશા ભૌતિક ચીજો કરતાં વધુ મહત્વની હોય છે.

[2] જ્યારે મનનું ધાર્યું ન થાય ત્યારે…

જંગલમાં ત્રણ ઝાડ વાતે વળગ્યાં. પહેલું કહે : ‘મારે તો એવો કબાટ બનવું છે, જેમાં દુનિયાની સૌથી કીમતી વસ્તુઓ રહે અને મારા દરવાજા પર સુંદર કોતરણી હોય. બીજું ઝાડ કહે : ‘હું ઈચ્છું કે મારા લાકડામાંથી એવું જહાજ બને જેમાં મોટા-મોટા રાજારાણી દરિયાઈ સફર ખેડે. ત્રીજું બોલ્યું : ‘હું તો એટલું ઈચ્છું કે મારી ઊંચાઈ એટલી વધે કે અહીં ટેકરી પર મને આભને આંબતું જોઈને લોકોને લાગે કે આહા ! આ વૃક્ષ તો છેક આકાશને, ઈશ્વરને આંબે છે.

થોડા દિવસોમાં ત્રણ કઠિયારા આવ્યા. પહેલું વૃક્ષ જોઈને કઠિયારો બોલ્યો : આ મજબૂત છે. એમાંથી હું ઘાસ રાખવા માટેની ગમાણ બનાવીશ, એમ કહીને એણે પહેલું વૃક્ષ કાપ્યું. બીજા વૃક્ષને કાપવા આગળ આવેલો કઠિયારો બોલ્યો : આમાંથી હું નાનકડી હોડી બનાવીશ. ત્રીજા વૃક્ષને જોઈને ત્રીજા કઠિયારાએ કહ્યું : આ કંઈ ખાસ કામનું નથી, છતાં હું એનું લાકડું રાખી મૂકીશ.
વધુ આગળ વાંચો »