વાનગી વૈવિધ્ય – સરયુ શાહ
[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

[1] ચટપટી ચાટ
સામગ્રી :
50 ગ્રામ મગ,
50 ગ્રામ મસૂર,
50 ગ્રામ ચણાની દાળ,
50 ગ્રામ કાબૂલી ચણા,
50 ગ્રામ રાજમા,
1 વાટકી તાજું દહીં, 1 ચમચી ચાટ મસાલો,
1 ચમચી મીઠું, અડધી ચમચી મરચું,
2 લીલાં મરચાં સમારેલાં, કોથમીર બારીક સમારેલી,
1 ડુંગળી બારીક સમારેલી, 1 લીંબુ.
રીત:
બધાં કઠોળને સાફ કરી રાત્રે પાણીમાં પલાળી દો. સવારે પાણીમાંથી કાઢી એમાં થોડું મીઠું નાખી કૂકરમાં બાફી લો. તે એકદમ બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. બધાં કઠોળ છૂટાં રહેવાં જોઈએ. હવે તેને એક પ્લેટમાં કાઢી એની પર લીંબુ નીચોવો. ફીણેલું દહીં એની પર રેડો, એની પર ચાટ મસાલો, મીઠું, મરચું ભભરાવો અને કોથમીર, મરચાં, ડુંગળીથી સજાવી ખટમીઠી ચટણી સાથે ચટપટી ચાટનો સ્વાદ માણો.
વધુ આગળ વાંચો »





